પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની સંખ્યાને સમાવવા માટે દ્વારકા થી મદુરાઈ અને મદુરાઈ થી વેરાવળ માટે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર દ્વારકા થી મદુરાઈ અને મદુરાઈ થી વેરાવળ સ્પેશિયલ ટ્રેનની 21 ટ્રિપ્સ દોડાવાશે.જે ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશિયલ દરરોજ 22:40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10:30 કલાકે મદુરાઈ પહોંચશે ત્યારે આ ટ્રેન 19 થી 29 એપ્રિલ સુધી ચાલશે.એ જ રીતે ટ્રેન નં. 06301 મદુરાઈ-વેરાવળ સ્પેશિયલ દરરોજ 17:40 કલાકે મદુરાઈ થી ઉપડશે અને ચોથા દિવસે 07:30 કલાકે વેરાવળ પહોંચશે.આ ટ્રેન 14 થી 23 એપ્રિલ સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં રાજકોટ,સુરેન્દ્રનગર,અમદાવાદ,વડોદરા,સુરત,નંદુરબાર,જલગાંવ,અકોલા,પૂર્ણા, નાંદેડ,કાચીગુડા,રેનીગુંટા,ચેન્નાઈ એગ્મોર,તામ્બરમ,વિલ્લુપુરમ,તિરૂચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઊભી રહેશે.જેમા એસી 3-ટાયર,સ્લિપર તેમજ સેકન્ડ ક્લાસ જનરલ કોચ રહેશે. ટ્રેન નંબર 06302 માટે બુકિંગ 13મી એપ્રિલથી પીઆરએસ કાઉન્ટર તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખૂલશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved