લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પૂર્વ અમેરિકામાં બરફના ભીષણ તોફાનથી લોકો અંધારપટમાં

યુનાઇટડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૂર્વ વિસ્તારોમાં બરફના તોફાનના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.જેમાં બોસ્ટન અને ન્યૂયોર્ક સહિતના શહેરોમાં અત્યારે બરફના ભારે તોફાનના કારણે 7 કરોડથી પણ વધુ લોકોની વસતિ વીજકાપ સહન કરી રહી છે.આ ઉપરાંત મોટાંભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર બરફના થર જામવાના કારણે પરિવહન સહિતની સુવિધાઓ ઠપ થઇ ગઈ છે. ત્યારે નેશનલ વેધર સર્વિસે વર્તમાનમાં પૂર્વ અમેરિકામાં એલર્ટ જારી કર્યું છે.આ ઉપરાંત એક દિવસની આશરે 3500થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.આ ઉપરાંત મેનહટ્ટનમાં 25 સેમીથી વધુ બરફવર્ષા થતાં રેલલાઇનને આશિકરૂપે બંધ કરવામાં આવી છે.