લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આઠ મુસાફરોની ક્ષમતા ધરાવતા વાહનમાં છ એરબેગ ફરજીયાત કરાઇ

ભારતમાં માર્ગ પરની સફર સુરક્ષિત કરવા માટે જે ઝુંબેશ કેન્દ્રના માર્ગ-પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આઠ યાત્રીઓની ક્ષમતા ધરાવતા મુસાફર વાહનમાં ઓછામાં ઓછી છ એરબેગ ફરજીયાત બનાવવામાં આવી છે. જે આ નવો કાનૂન લાગુ કરી દેવામાં આવ્યો છે.સરકારે કારમાં ડ્રાઈવર અને તેની સાથે મુસાફરી કરતા વ્યક્તિને માટે એરબેગ અગાઉ જ ફરજીયાત બનાવી હતી અને 1 જાન્યુ.2022થી તે લાગુ થઈ ગઈ છે. જેથી વર્તમાનમાં નવા ઉત્પાદીત વાહનોમાં તે નવી વ્યવસ્થા લાગુ થશે પણ હવે આઠ યાત્રીકો સુધીની મોટર કે તેવા મુસાફર વાહનમાં ઓછામાં ઓછી છ એરબેગ હોવી જરૂરી છે.