ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણીપંચે મર્યાદિત લોકોની હાજરી વચ્ચે ચૂંટણીસભાને મંજૂરી આપી છે.આજે ચૂંટણીપંચની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે.જેમાં ડોર ટૂ ડોર પ્રચાર માટે 10ના સ્થાને 20 લોકો એકસાથે જઈ શકશે જ્યારે ઈન્ડોર બેઠકમાં 300 ની જગ્યાએ 500 લોકોની હાજરીને છૂટ આપવામાં આવી છે.આ સિવાય ચૂંટણીપંચે રેલીની મંજૂરી આપી છે. જેમાં પ્રથમ તબકકામાં 500ના સ્થાને 1000 લોકોની રેલીને મંજૂરી આપી છે.આ અગાઉ ચૂંટણીપંચે 500 લોકો સુધી જે મંજૂરી આપી હતી તે વધારી છે અને રાજકીય પક્ષો વધુમાં વધુ 1000 લોકોની હાજરી સાથે સભાઓ યોજી શકશે.દેશમાં જે રીતે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ઘટયું છે તે જોતા ચૂંટણીપંચે આ પ્રકારનો ફેરફાર કર્યો છે.જેમાં જેમ જેમ સંક્રમણ ઘટતું જશે તેમ તેમ વધુ મોટી રેલીઓને મંજૂરી આપવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved