કેન્દ્રની મોદી સરકારે આત્મનિર્ભર ભારત હેઠળ આયાત ઘટાડીને ઈલેકટ્રોનીકસ સહિતના ક્ષેત્રે ભારતમા ઉત્પાદન માટે જે પ્રયાસો કર્યા છે તે ફકત ઘરેલું ઉત્પાદન જ વધારી રહ્યા નથી.પરંતુ નિકાસમાં મોટું યોગદાન આપે છે.ત્યારે દેશમાં ટેક્ષટાઈલ ક્ષેત્ર કરતા ઈલેકટ્રોનીક ઉત્પાદનોની નિકાસ વધી જવા પામી છે.દેશમાં પેટ્રોલીયમ પેદાશોની આયાત 29.5 ટકા વધી છે.કોલ-કોક વિ. ઈંધણ જરૂરિયાત 56.8 ટકા જેટલી વધી છે જ્યારે મશીનરીની આયાત 13.8 ટકા વધી છે.પરંતુ સોનાની આયાતમાં 24.2 ટકાનો ઘટાડો થયો છે,જેની સામે નિકાસમાં એન્જીનીયરીંગ ગુડસની નિકાસ 4.6 ટકા ઘટી જવા પામી છે.આ સિવાય ખાનગી કંપનીઓ પેટ્રોલ અને ડિઝલની નિકાસ કરે છે.જેમાં 40 ટકાનો વધારો થયો છે અને જેમ્સ જવેલરીની નિકાસ 2.8 ટકા ઘટી છે તો દવાઓની નિકાસ 3.3 ટકા વધી જવા પામી છે.ઈલેકટ્રોનીકસ નિકાસ 50.3 ટકા વધી છે.ઈલેકટ્રોનીકસ આયાતમાં 4.9 ટકાનો વધારો થયો છે જ્યારે નિકાસમાં 50.3 ટકાનો વધારો થયો છે દેશની ગારમેન્ટ નિકાસમાં 1.3 ટકાનો વધારો થયો છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved