ઈલોન મસ્કે ટ્વિટરના સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોની જાહેરાત કરી છે.ત્યારે તેઓ આગામી અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે.મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું.આ પછી તેમણે સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો હતો.કંપની ત્યારથી નવા સીઇઓની શોધમાં વ્યસ્ત હતી.લિન્ડાની વર્તમાનમાં ગ્લોબલ એડવર્ટાઈઝીંગ અને પાર્ટનરશીપના ચેરપર્સન તરીકે સેવા આપે છે.આ પહેલા તે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝીંગ સેલ્સ વિભાગમાં કામ કરતી હતી.લિન્ડાએ ટર્નરમાં 19 વર્ષ સુધી કામ કર્યું.ત્યાં તે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ,સીઓઓ એડવર્ટાઇઝિંગ સેલ્સ,માર્કેટિંગ અને એક્વિઝિશન હતી.તે પેન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી.જ્યા તેમણે લિબરલ આર્ટ્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved