લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ઈલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

ઇલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.ત્યારે તેઓએ સંપત્તિની રેસમા બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે.ઇલોન મસ્કની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 1.98 અબજ ડોલરનો વધારો થયો છે.ઇલોન મસ્કે બર્નાર્ડ આર્નોલ્ટ પાસેથી અબજોપતિ નંબર વનનો તાજ છીનવી લીધો છે જે અત્યારસુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા.પરંતુ વર્તમાનમા એલોન મસ્ક 192 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે અને બર્નાર્ડ આર્નોલ્ટ 187 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર બે પર છે.બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર ઘટાડો થયો છે.જ્યારે અબજોપતિઓની યાદીમા ભારતીય ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સામેલ છે.