લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમીરાત એરલાઇન્સને છેલ્લા 3 દાયકામા રૂ.40,500 કરોડનું નુકસાન થયું

કોરોના મહામારીને કારણે મુકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણોને કારણે ગયા વર્ષની સરખામણીમાં રેવન્યુમાં 66 ટકાનો ઘટાડો નોંધાયો છે.આમ છેલ્લા ત્રણ દાયકામાં પહેલીવાર દુબઇ સ્થિત આ એરલાઇને નફો કરવાને બદલે નુકશાન કર્યું છે.ત્યારે કોરોના મહામારીની એવિએશન ઉદ્યોગ પર કેવી કારમી અસર પડી છે તે દર્શાવે છે.આ સિવાય ગયા વર્ષે અમીરાત એરલાઇન્સે 288 મિલિયન ડોલર્સનો નફો કર્યો હતો.આ ઉપરાંત એરપોર્ટ પર વિવિધ સેવાઓ પુરી પાડવાના બિઝનેસમાં પણ સક્રિય અમીરાત જૂથે 6 અબજ ડોલર્સનું નુકસાન કર્યું છે.આમ માર્ચ 2020 પછી 8 સપ્તાહ માટે એરલાઇનને પેસેન્જર ફલાઇટ રદ કરવી પડી હતી.