ગુજરાતમાં અમુક વર્ષોથી એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં રસ ઘટયો છે અને અનેક કોલેજોમાં બેઠકો ખાલી રહે છે.ત્યારે ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા ગુજરાતી સહીત દેશની આઠ પ્રાદેશીક ભાષાઓમાં અભ્યાસક્રમની છૂટ આપવામાં આવી છે.જે જુનથી શરૂ થતા નવા શૈક્ષણીક સત્રથી ઈજનેરી અભ્યાસક્રમો અંગ્રેજી ઉપરાંત હિન્દી,બંગાળી,તેલૂગુ,તામીલ,ગુજરાતી,કન્નડ,મરાઠી તથા મલયાલમ ભાષામાં ઉપલબ્ધ કરાવવાની મંજુરી આપવામાં આવી છે.આમ પ્રાદેશીક ભાષાઓમાં એન્જીનીયરીંગ અભ્યાસક્રમની છુટ આપવા પાછળનો ઉદેશ ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોનાં વિદ્યાર્થીઓનાં ઈજનેરી ક્ષેત્રે આગળ વધવાના સ્વપ્ન પુરા કરવાનો છે
ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશનનાં ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધેએ કહ્યુ હતું કે માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ ઈજનેરીના પાયાના સિધ્ધાંતો વધુ સારી અને સરળતાથી સમજી શકે છે અને આ ઉદેશ સાથે આઠ પ્રાદેશીક ભાષાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવા દેવાની છૂટ આપવામાં આવી છે.આમ પ્રાદેશીક ભાષામાં અભ્યાસક્રમ માટે 500 જેટલી રજુઆતો મળી હતી.
આમ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી જેઈઈ (એડવાન્સ)ની 3 જુલાઈએ યોજાનારી પરીક્ષા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થગિત કરી દેવામાં આવી છે.ત્યારે યોગ્ય સમયે નવી તારીખોનું એલાન કરવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved