લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈંગ્લેન્ડે 1-0થી ક્રોએશિયાને હરાવ્યું,જ્યારે બેલ્જીયમનો ૩-૦થી રશિયા સામે વિજય થયો

ઈંગ્લેન્ડે રહિમ સ્ટિર્લિંગના ક્લાસિક ગોલને સહારે 1-0થી ક્રોએશિયાને હરાવીને મિશન યુરોકપનો પ્રારંભ કર્યો હતો.જ્યારે લુકા મોડ્રિચ અને પેરિસીચ જેવા ખેલાડીઓની હાજરી છતાં ક્રોએશિયન ટીમ એકપણ ગોલ ફટકારી શકી નહતી.આમ અગાઉ રમાયેલી ગ્રુપ બીની એક મેચમાં બેલ્જીયમે ૩-૦થી રશિયાને પરાસ્ત કર્યું હતુ.જેમાં રોમેલુ લુકાકુએ 2 ગોલ ફટકાર્યા હતા.આ સિવાય થ્રી લાયન્સ તરીકેની ઓળખ ધરાવતી ઈંગ્લેન્ડની ટીમ તરફથી ફિલ ફોડેને આક્રમક શરૃઆત કરી હતી. એક સમયે તેની કિક ગોલપોસ્ટને ટકરાઈને પાછી ફરી હતી.ત્યારે પ્રથમ હાફમાં ૦-૦થી બરોબરી કર્યા બાદ બીજા હાફમાં સ્ટર્લિંગની રમતને પરિણામે ઈંગ્લેન્ડે આત્મવિશ્વાસ સાથે જીત હાંસલ કરી હતી.બેલ્જીયમની ટીમે યુરોકપમાં ધમાકેદાર શરૂઆત કરતાં ૩-૦થી રશિયા સામે જીત હાંસલ કરી હતી.આ મેચના પ્રારંભ અગાઉ ડેનમાર્કનો કેપ્ટન એરિક્સન ફિનલેન્ડ સામેની મેચમાં બેભાન થઈને પડી જતા બેલ્જીયમ-રશિયા વચ્ચેની મેચ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા હતા.જોકે તે ભાનમાં આવી જતાં બેલ્જીયમ અને રશિયાની મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધી હતી. જ્યારે બેલ્જીયમને મેચના પ્રારંભની 10મી મિનિટે લુકાકુએ ગોલ ફટકારીને સરસાઈ અપાવી દીધી હતી.આમ બેલ્જીયમની ટીમમાંથી કાસ્ટાગ્નેને ઈજા થતાં સબ્સ્ટીટયૂટ તરીકે થોમસ મેઉનીરને ઉતારવામાં આવ્યો હતો.જેણે 34મી મિનિટે ગોલ ફટકારતાં બેલ્જીયમની સરસાઈને બેવડાવી દીધી હતી.