Error: Server configuration issue
ઈંગ્લેન્ડના ક્રિકેટરો બેરસ્ટો,મલાન અને ક્રિસ વોક્સે યુએઈમા આગામી 19મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જેમાં યુએઈની સરકારે આઇપીએલમાં રમવા આવનારા ખેલાડીઓ અને ઓફિસિઅલ્સ માટે 6 દિવસના ક્વોરન્ટાઈનનો નિયમ બનાવ્યો છે. ત્યારે આ ખેલાડીઓએ અંગત કારણોસર આઇપીએલમાં ન જોડાવાની જાહેરાત કરી છે. જેમાં બેરસ્ટો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ છે, જ્યારે ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાયેલો છે. ત્યારે ઈંગ્લેન્ડના આ ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપની ટીમમાં પણ સામેલ છે. તેમને ત્યારબાદ એશિઝમાં પણ પસંદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે તેમને આરામ કરવા માટે આઇપીએલમાથી પડતા મૂક્યા હોય તેવી શક્યતાઓ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved