Error: Server configuration issue
ઈંગ્લેન્ડના મોઈન અલીએ 28 બોલમાં 63 રન ફટકાર્યા બાદ 28 રન આપીને 2 વિકેટ ઝડપતા ઈંગ્લેન્ડે ચોથી ટી-20 મેચમાં વિન્ડિઝને 34 રનથી હરાવ્યું હતુ.જેમાં જીતવા માટેના 194ના ટાર્ગેટ સામે વિન્ડિઝની ટીમ 5 વિકેટે 159 રન કરી શકી હતી.આમ આ સાથે ઈંગ્લેન્ડે શ્રેણી 2-2થી બરોબરી કરી હતી.આમ આ મેચમાં વિન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ઈંગ્લેન્ડને બેટીંગમાં ઉતાર્યું હતુ.જેમાં બાન્ટન 4 રને આઉટ થયો હતો. જોકે રોય અને વિન્સે બીજી વિકેટમાં 85 રનની ભાગીદારી નોંધાવી હતી.જ્યારે બીજીતરફ વિન્ડિઝના જેસન હોલ્ડરે 44 રનમાં 3 વિકેટ ઝડપી હતી.જ્યારે શેફર્ડ,હોસૈન અને પોલાર્ડે 1-1 વિકેટ ઝડપી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved