લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈંગ્લીશ બોલર ઓલી રોબીન્સન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ થયો

પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સાત વિકેટ લેનારા ઈંગ્લેન્ડના બોલર ઓલી રોબીન્સન કરિયરની બીજી મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ થઈ ગયો છે.જેમાં તેના સસ્પેન્સનનું કારણ સોશ્યલ મીડિયા બન્યું છે.સાત-આઠ વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પર કરેલી એક પોસ્ટે તેની મુશ્કેલી વધારી છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રોબીન્સન સામે ચાલી રહેલી તપાસનું પરિણામ ન આવે ત્યાં સુધી તેને ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.ત્યારે ગુરૂવારથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એજબેસ્ટનમાં શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં રમશે નહી.આમ આ ખેલાડી દ્વારા રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટમાં તેણે 7 વિકેટ મેળવી હતી સાથે જ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં 42 રન પણ બનાવ્યા હતા.