લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ગુજરાતીમાં પરીક્ષા આપી શકશે

દરેક યુનિ.એ અંગ્રેજી માધ્યમના કોર્સમાં પણ વિદ્યાર્થીને ગુજરાતી કે પોતાની માતૃભાષામાં જવાબો લખવાની છુટ આપવી પડશે.ત્યારે આ અંગે યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને પરિપત્ર કરી આ બાબતે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે.જેમાં સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડીને કેન્દ્ર સરકાર 2035 સુધીમાં એનરોલમેન્ટ રેશિયો વધારીને 50 ટકા સુધી લઈ જવા માંગે છેજે રેશિયો વર્તમાનમાં 27 ટકા જ છે જેને કેન્દ્ર સરકાર વધારવા માંગે છે.આ ઉપરાંત યુજીસી દ્વારા તમામ યુનિ.ઓ પાસેથી સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોય તેવા કે ઉપયોગમાં લેવાતા હોય તેવા પાઠયપુસ્તકો અને અધ્યન સામગ્રીની યાદી, મુખ્ય વિષયો-કોર્સની વિષયવાર યાદી તેમજ વિવિધ વિદ્યાશાખા દીઠ ઉપલબ્ધ ફેકલ્ટી-સબ્જેક્ટ એક્સપર્ટની યાદી અને સ્થાનિક ભાષામાં ટેક્સબુક પ્રિન્ટિંગ કરતા પબ્લિશર્સની યાદી મંગાવી છે.આમ વર્તમાનમાં હાલ ગુજરાત યુનિ.ઓ સહિતની સરકારી યુનિ.ઓમાં વિદ્યાર્થી ગુજરાતી માધ્યમનો હોય તો પણ અંગ્રેજીમાં જવાબો લખી શકે છે અને અંગ્રેજીનો વિદ્યાર્થી ગુજરાતીમાં જવાબો લખી શકે છે.