કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ઉચ્ચ પેન્શન મેળવવા માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.ત્યારે આગામી સમયથી ઉચ્ચ પેન્શનનો લાભ મેળવવા કર્મચારીઓ આગામી 26મી જૂન સુધીમાં અરજી કરી શકે છે.આ પહેલા છેલ્લી તા.3 મે 2023 સુધી હતી જેને વધારવામાં આવી છે.જેમાં પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં કર્મચારી પેન્શન યોજના 2014ને ચાલુ રાખવા કહ્યું હતું.વર્ષ 2014માં કરવામાં આવેલા રિવિઝનમાં પેન્શન સેલેરી કેપ રૂ.6,500થી વધારીને રૂ.15 હજાર પ્રતિ માસ કરવાનું કહેવામાં આવ્યું હતું.આ સિવાય કોર્ટે કહ્યું હતું કે ઇપીએફઓએ તેના હયાત તેમજ પૂર્વ ખાતાધારકોને અધિક પેન્શનનો વિકલ્પ આપવો જોઈએ.સુપ્રીમ કોર્ટે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે 4 મહિનાનો સમય આપ્યો હતો.જે સમયમર્યાદા 3 માર્ચ 2023ના રોજ સમાપ્ત થવાની હતી. ત્યારે તેને વધારીને 3 મે 2023 કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved