લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુરોપમાંથી લોન્ચ થનાર સેટેલાઈટ બૃહસ્પતિની ભ્રમણ કક્ષામાં પહોંચશે

બૃહસ્પતિ ગ્રહ પર જિંદગીની તલાશ માટેનુ અભિયાન માનવજાત દ્વારા શરૂ કરવામાં આવી રહ્યુ છે.જેમાં યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા એરિયન-5 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.જેને ગુરૂની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.આ સેટેલાઈટમાં એવા ઉપકરણ ફિટ કરવામાં આવ્યા છે જે ગુરૂ ગ્રહના ચંદ્રોનુ મેપિંગ કરી શકે.યુરોપિયન સ્પેસ એજન્સીનો આ સેટેલાઈટ ગુરૂ ગ્રહના ત્રણ ચંદ્રની સપાટી પર કોઈ જાતનુ જીવન છે કે નહીં તે શોધવા માટે પ્રયત્ન કરશે.આ મુસાફરી લાંબી છે.આ સેટેલાઈટને ગુરૂ ગ્રહની ભ્રમણકક્ષામાં પહોંચતા 8 વર્ષનો સમય લાગશે.જુલાઈ 2031 બાદ તે ગુરૂ ગ્રહની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.ગુરૂના ત્રણ ચંદ્ર કેલિસ્ટો,યુરોપા અને ગેનીમેડ પર મહાસાગરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે.આ બાબતની તપાસ સેટેલાઈટ કરશે.ત્યારે સ્પેસ એજન્સીએ આ મિશનને જ્યુપિટર આઈસ મૂન્સ એક્સપ્લોરર નામ આપ્યુ છે.એરિયન સેટેલાઈટમાં મેપિંગ માટેના કેમેરા,પાર્ટિકલ ડિટેક્ટર,ચંદ્રની સપાટીના મેપિંગ માટે રડાર જેવા 10 ઉપકરણો ફિટ કરવામાં આવ્યા છે.