લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પૂર્વ પ્રધાનમંત્રીના ભત્રીજી કરુણા શુકલનું કોરોનાથી નિધન થયું

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભત્રીજી તેમજ કોંગ્રેસ નેતા કરુણા શુકલનું સોમવારે મોડી રાત્રે કોરોનાથી નિધન થયું છે.જેઓ કોરોના સંક્રમણના કારણે રાયપુરની રામકૃષ્ણ હોસ્પીટલમાં દાખલ થયા હતા જ્યાં મોડીરાત્રે 12.40 વાગ્યે તેમનું નિધન થયું હતું.આમ કોંગ્રેસના ચીકીત્સા પ્રકોષ્ઠના પ્રદેશ અધ્યક્ષ ડો.રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર મંગળવારે બલૌદા બજારમાં કરવામાં આવશે.વર્તમાન સમયમાં કરુણા શુકલ સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા જે પહેલા તેઓ લોકસભા સાંસદ પણ હતા.આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિતના તમામ પદો પર હતા.આમ વર્ષ 2013માં કરુણા શુકલ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. કરુણા શુકલના નિધન પર મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સહિત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી હતી.