લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એક્સપ્રેસ વે પર કેબ-ટેક્સી ડ્રાઈવરોને સ્પીડ લિમિટમાં છૂટ મળશે

ભારતમા ટ્રાફિક નિયમો અનુસાર ખાનગી નંબરવાળી કાર એક્સપ્રેસ વે પર મહત્તમ 120 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે નેશનલ હાઈવે પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.ત્યારે કેબ અને ટેક્સી ડ્રાઈવરોને આ છૂટ મળી નથી.પરંતુ વર્તમાનમાં તેમને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવવાની છૂટ મળી છે.જેના માટે તેમની કારમાં સ્પીડ લિમિટિંગ ડિવાઈસ ફરજિયાત રીતે ઈન્સ્ટોલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર ખાનગી કારો અને કેબ-ટેક્સીઓ માટે લેન કન્ફિગરેશનના આધારે વિવિધ રસ્તાઓ માટે મહત્તમ ગતિમર્યાદા સમાન બનાવવાનું વિચારી રહી છે.ત્યારે આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામા મહિનાના અંત સુધીમાં યોજાનારી રાજ્ય પરિવહન મંત્રીઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના જોવા મળી રહી છે.