લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ફિલ્મ પરિણીતાના ડાયરેક્ટર પ્રદીપ સરકારનુ નિધન થયું

બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન થયું છે.તેમણે વહેલી સવારે દુનિયાને અલવિદા કહી દીધું હતું.ત્યારે તેમના નિધનથી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.ત્યારે પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર આજ સાંજે 4 વાગ્યે સાંતાક્રુઝના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.તેઓ ડાયાલિસિસ પર હતા જેમનું પોટેશિયમ લેવલ ખૂબ ઝડપથી ઘટી ગયું હતું ત્યારબાદ પ્રદીપ સરકારને મોડીરાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આમ પ્રદીપ સરકાર ડાયરેક્ટર હોવા સિવાય લેખક પણ હતા.જેઓએ પોતાના કરિયરની શરૂઆત વિનોદ ચોપરા પ્રોડક્શનથી કરી હતી.17 વર્ષ સુધી મેઈનસ્ટ્રીમ એડવર્ટાઈઝિંગમાં ક્રિએટિવ ડિરેક્ટર-આર્ટ તરીકે કામ કર્યા પછી તેમની દિગ્દર્શન યાત્રા શરૂ થઈ હતી.જેઓ એક એડ ફિલ્મ મેકર બની ગયા હતા.જેમાં ફિલ્મ નિર્દેશક તરીકે પરિણીતા તેમની પ્રથમ ફિલ્મ હતી.આ ફિલ્મે વિદ્યા બાલનને સ્ટાર બનાવી દીધી હતી.પરિણીતા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો જેમાં તેણે 5 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.