લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / નાણાકીય વર્ષ શરૂ થતાં આવકવેરા સહિતના ફેરફારો અમલમાં આવશે

આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે.ત્યારે નવા નાણાકીય વર્ષમાં પ્રવેશતાની સાથે આજથી આવકવેરા સહિત અનેક ફેરફારો અમલમાં આવી ગયા છે.આ સિવાય 2023-24ના સામાન્ય બજેટમાં પણ ઘણી નવી જાહેરાતો કરવામાં આવી છે જે આજથી લાગુ થવા જઈ રહી છે.આ સિવાય નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમા 1લી એપ્રિલ 2023થી શરૂ થતી અને 30મી જૂન 2023ના રોજ સમાપ્ત થતી વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજનાદરોમાં સુધારો કરવામાં આવ્યો છે.જેમા નવી આવકવેરા વ્યવસ્થાના નવા સ્લેબ અમલમા આવી ગયા છે.દેશમા સોનાના વેચાણને લઈ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે.આ ઉપરાંત બીજા ઘણા ફેરફારો થયા છે.આ સિવાય નવી કર વ્યવસ્થામાં મુક્તિમર્યાદા રૂ.5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે.જૂની ટેક્સ સિસ્ટમમાં રૂ.2.5 લાખ સુધીની આવક કરમુક્ત છે.જૂની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં તમને છૂટનો લાભ નહી મળે.નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબ 0 થી 3 લાખ પર શૂન્ય,3 થી 6 લાખ પર 5 ટકા,6 થી 9 લાખ પર 10 ટકા,રૂ.9 થી 12 લાખ પર 15 ટકા જ્યારે 15 લાખથી ઉપર પર 30 ટકા છે.આ સિવાય મહિલા સન્માન બચત યોજના પ્રથમવાર શરૂ કરવામાં આવી છે.જેના અંતર્ગત મહિલાઓ અથવા યુવતીઓના નામે વધુમાં વધુ રૂ.2 લાખનું રોકાણ કરી શકાય છે.ત્યારે તેના પર 7.50 ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે.ગ્રાહક મંત્રાલયે 1 એપ્રિલથી ગોલ્ડ જ્વેલરીના વેચાણના નિયમોમાં ફેરફાર કર્યો છે.કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી વ્હીકલ સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે.જેના અંતર્ગત દેશમાં 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલવાની તૈયારી છે.સ્ક્રેપ માટે મોકલવામાં આવેલા વાહનોને રિસાયકલ કરવામાં આવશે.આ નવી પોલિસી હેઠળ જો કોઈ વ્યક્તિ તેના વાહનને સ્ક્રેપમા મોકલે છે તો તેના સ્થાને નવું વાહન ખરીદે છે તો તે નવા વાહન પર 25 ટકા સુધી રોડ ટેક્સમાં છૂટ મળશે.