લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિનના છૂટાછેડા થયા

યુરોપિયન દેશ ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન ચૂંટણી હારી ચુકયા છે પણ તેમના અંગત જીવનમાં પણ ઉથલપાથલ મચી ગઈ છે.જેમાં સના મરિન અને તેમના પતિ વચ્ચે છૂટાછેડા થવાની તૈયારી છે.ત્યારે તેઓએ જાતે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે.ત્યારે આ દંપતીને 5 વર્ષની એક દીકરી પણ છે.સના મરિન છેલ્લા કેટલાક દાયકોમાં ફિનલેન્ડના સૌથી લોકપ્રિય પીએમ તરીકે પૂરવાર થયા હતા.આ સિવાય કોરોનાકાળમાં દેશમાં તેમણે કરેલા સંચાલન માટે તેમના સમગ્ર વિશ્વમાં વખાણ થયા હતા.ફિનલેન્ડને નાટો સંગઠનમાં સામેલ કરવાના તેમના નિર્ણયની પણ પ્રશંસા થઈ હતી.આમ 37 વર્ષના સના મરિન 2019માં દુનિયાના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા હતા.