લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સૌપ્રથમ વેક્સિન લેનારા પુરૂષ વિલિયમ શેક્સપિયરનું અવસાન થયું

વિશ્વમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા વિલિય શેક્સપિયરનું અવસાન થયું છે.આમ વિલિયમ શેક્સપિયર ઉર્ફે બિલ શેક્સપિયરે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો.આમ વિલિયમ શેક્સપિયરે ડિસેમ્બર 2020માં કોવેન્ટ્રી હોસ્પિટલ ખાતે કોરોનાની પહેલી રસી લીધી હતી. તેઓ વિશ્વમાં વેક્સિન લેનારા પ્રથમ પુરૂષ હતા.તેમનાથી થોડી મિનિટો પહેલા 91 વર્ષીય માર્ગરેટ કીનને વેક્સિનનો ડોઝ લીધો હતો.આમ વર્તમાન સમયમાં વિશ્વમાં અનેક પ્રકારની વેક્સિન આવી ગઈ છે.ત્યારે અમેરિકાની 50 ટકા જેટલી વસ્તીએ વેક્સિન લઈ લીધી છે. જ્યારે યુકેમાં પણ વસ્તીના મોટા હિસ્સાએ વેક્સિન લીધી છે.એમાં ભારતની વાત કરવામાં આવે તો તેમાં અત્યારસુધીમાં 20 કરોડ ડોઝ લાગ્યા છે.