લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પ્રથમવાર નાસા ચંદ્ર પર ક્રીસ્ટીના કોયનને મોકલશે

આજથી 50 વર્ષ પહેલા ચંદ્ર પર માનવીએ ચઢાઈ કરી હતી.ત્યારે આ વખતે નાસાએ તેનાં ચંદ્રયાનમાં જે ચાર અંતરિક્ષ યાત્રીઓનાં નામ જાહેર કર્યા છે, તેમાં એક મહિલા અંતરિક્ષ યાત્રી ક્રીસ્ટીના કોય છે.જેઓનુ પુરું નામ ક્રીસ્ટીના હેર્માક કોય છે.તેઓ અન્ય ત્રણ પુરુષ અંતરિક્ષ યાત્રીઓ સાથે મોરિયન નામક અંતરિક્ષયાન દ્વારા ચંદ્ર પર પહોંચશે.આમ પ્રથમવાર કોઈ મહિલા અંતરિક્ષયાત્રી ચંદ્ર ઉપર પગ મુકશે.આમ 10 દિવસના મિશનમાં જેશેમી હૈનસન,વિકટર ગ્લોવર અને રીડ વાઈઝમેન સાથે ક્રીસ્ટીના કોય પણ જોડાશે.જેમા ક્રીસ્ટીના હૈમોક કોય 2013માં નાસામાં જોડાયાં હતાં.તેઓએ અભિયાન 59,60 અને 61 માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફલાઇટ એન્જિનિયર તરીકે કામ કર્યું છે.તેઓએ ઇલેકિટ્રકલ એન્જિનિયરીંગ તેમજ ફીઝીક્સ સાથે બી.એસ.સીની ડીગ્રી મેળવી તે પછી ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગમાં એમ.એસ.સીની ડીગ્રી મેળવી છે.તેમણે ગોડાર્ડ સ્પેસ ફલાઇટ સેન્ટરમાં ઇલેકિટ્રકલ એન્જિનિયર તરીકે કેરિયર શરૂ કરી ત્યાં અંતરિક્ષ મિશન માટેનાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં ભારે યોગદાન આપ્યું છે.