લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ફોર્બ્સે વિશ્વના ધનિકોની યાદી જાહેર કરી

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.ત્યારે તેમની કુલ સંપત્તિ 83.4 અબજ ડોલર થઈ છે.ત્યારે તે વિશ્વના ધનિકોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે.આ દરમિયાન ગૌતમ અદાણી 47.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને પહોંચી ગયા છે.આમ ફોર્બ્સ દ્વ્રારા જારી કરવામાં આવેલી 2023ના અબજપતિઓની યાદી અનુસાર અદાણી 126 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિાયના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. આમ તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી ધનિક ભારતીય બન્યા છે.જેમા ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગયા વર્ષે 100 અબજ ડોલરની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી જેમા તેમનો બિઝનેસ ઓઈલ,ટેલિકોમથી લઈ રિટેલ સુધી ફેલાયેલો છે.આમ વિશ્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિમાં એક વર્ષમાં 200 અબજ ડોલરનો ઘટાડો થયો છે.જેમાં એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.ઈલોન મસ્કની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.ત્યારે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 211 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.