વીમેન્સ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનો માટે ફ્રેન્ચ ઓપનનો પ્રથમ રાઉન્ડ ખરાબ રહ્યો હતો.જે ફ્રેન્ચ ઓપન વીમેન્સમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ગાર્બાઇન મુગુરેઝા અને એન્ડ્રીસ્કુ પહેલા રાઉન્ડમાં હારતા અપસેટ સર્જાયો છે.આમ સેરેના વિલિયમ્સને વર્ષ 2016માં હરાવીને ટાઇટલ જીતનારી મુગુરુઝાને યુક્રેનની માર્ટા કોસ્ટયુકમુગુરુઝાએ 6-1,6-4થી સીધા સેટોમાં હરાવી હતી.જેમા 12મી ક્રમાંકિત મુગુરુઝાએ 40 અનફોર્સ્ડ એરર કરતાં પહેલા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો.જ્યારે વર્ષ 2019ની યુ.એસ ઓપન ચેમ્પિયનની છઠ્ઠી ક્રમાંકિત બિયાન્કા એન્ડ્રીસ્કુનો 85મી ક્રમાંકિત તામરા ઝિડેન્સેક સામે ત્રણ કલાક પછી 6-7(1),7-6(2),9-7થી પરાજય થયો હતો.કેનેડાની એન્ડ્રીસ્કુ નિર્ણાયક સેટમાં 5-4થી આગળ હતી પરંતુ ઝિડેન્સેકે તેની સર્વ બ્રેક કરી હતી.તેના પછી તે 7-8થી પાછળ હતી ત્યારે સર્વિસ કરતી વખતે મુશ્કેલીમાં મૂકાઈ હતી અને ઝિડેન્સેકે કોઈ ભૂલ કરી ન હતી અને 3 કલાક અને 20 મિનિટ સુધીમાં મુકાબલો જીતી લીધો હતો.આ ઉપરાંત વર્ષ 2017માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનારી લાટવિયાની યેલેના ઓસ્ટાપેન્કો ગયા વર્ષની રનર્સઅપ સોફિયા કેનિન સામે 6-4,4-6,6-3થી હારી ગઈ હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved