લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયથી દવાની દરેક ગોળી પર એક્સપાયરી ડેટ હશે

સરકાર ટૂંક સમયમા મેડિસિન ક્ષેત્ર માટે દર્દીઓ અને દવા વેપારીઓના હિતમા મહત્ત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી શકે છે.ત્યારે તેના અંતર્ગત જો દવા વેપારીઓને ઓછી માત્રામાં દવા ખરીદવી હોય તો તે પણ શક્ય બનશે.તેના માટે તેમને સમગ્ર પેકેટ ખરીદવા મજબૂર નહીં કરવામાં આવે.બ્લિસ્ટર પેકથી અમુક ગોળીઓ આપ્યા બાદ પેકના બાકીના ભાગમાં બેચ નંબર,મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ન હોવાની સમસ્યા ઊભી થતી હોય છે.ત્યારે એવા સમયમાં સરકારે સલાહ આપી છે કે મેડિસિનના પેકેજિંગને કંઈક એ રીતે મોડિફાઈ કરવામાં આવે કે જેથી કરીને 2-4 ટેબલેટ સરળતાથી અલગ કરી શકાય અને દરેક ટેબલેટ પાછળ બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટની વિગત હોય.