લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજથી પીએમ મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 ક્વાડ ગ્રૂપ સહિતની સમિટમાં હાજરી આપવા જાપાન,પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની 6 દિવસની મુલાકાતે જઈ રહ્યા છે.ત્યારે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 40થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે.પીએમ મોદી શિખર સંમેલનમાં બે ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓને મળશે.જેમાં તેઓ 19 મેના રોજ સવારે પ્રથમ તબક્કામાં જાપાનના હિરોશિમા જવા રવાના થશે,જ્યાં તેઓ જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે.જેમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.જેમાં કનેક્ટિવિટી,સુરક્ષા,પરમાણુ નિઃશસ્ત્રીકરણ,આર્થિક સુરક્ષા,પ્રાદેશિક મુદ્દાઓ,ક્લાઈમેટ ચેન્જ,ખોરાક અને આરોગ્ય અને વિકાસ ઉપરાંત ડિજિટાઈઝેશન,વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.આ સિવાય હિરોશિમામાં વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.વડાપ્રધાન જાપાનથી પોર્ટ મોરેસ્બી જશે,જ્યાં તેઓ આગામી 22મી મેના રોજ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે સાથે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશનની 3જી સમિટનું સંયુક્ત આયોજન કરશે.આમ કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુગિનીની આ પ્રથમ મુલાકાત હશે.આ સિવાય તેઓ ફિજીના વડાપ્રધાન રોબુકાને પણ મળવાના છે.