લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જી-20 બેઠકમાં આવતા વિદેશી મુસાફરોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

ગુજરાતમાં યોજાનાર જી-20 બેઠકને લઈ ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં કોરોનાના કેસો વધતાં સરકારે સતર્કતાના ભાગરૂપે સુરક્ષાના પગલાં લીધાં છે.જેમાં વિદેશથી આવનારા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.આ બેઠકમાં 6 દેશોમાંથી આવનારા મુસાફરોએ પણ આ ટેસ્ટ ફરજિયાત કરવો પડશે.જેમાં મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રીપોર્ટ અપલોડ કરવો પડશે.આમ ગુજરાતમાં આગામી 2 થી 4 એપ્રિલ 2023 દરમિયાન ગાંધીનગર બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા તૈયાર છે.ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પણ હિસ્સો લેશે.જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ,બ્રાઝિલ,કેનેડા,ચાઇના,ડેન્માર્ક,ઇજિપ્ત,ફ્રાન્સ,જર્મની,ઇન્ડોનેશિયા,ઇટાલી,જાપાન,મોરેશિયસ,મેક્સિકો,નેધરલેન્ડ્સ,નાઇજિરિયા,ઓમાન,સાઉથ કોરિયા,રશિયા,સાઉદી અરેબિયા,સિંગાપુર,દક્ષિણ આફ્રિકા,સ્પેન,તુર્કી,યુએઇ,યુનાઇટેડ કિંગડમ,યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.