લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીધામ નપાની સામાન્યસભા બેઠક યોજાઇ

ગાંધીધામ નગરપાલિકાએ માર્ચની અંતિમ તારીખે બજેટની સભા બોલાવવામાં આવી હતી.આ સાથે સરકાર દ્વારા વ્યવસાય વેરાની થયેલી ગ્રાન્ટ ફાળવણી અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં કારોબારી સમિતિની ભલામણ અનુસાર ગાંધીધામ નગરપાલિકાનું વર્ષ 2022-23નું રીવાઈઝડ અંદાજપત્ર મંજુર કરવા,પાલિકાનું 2023-24નું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વ્યવસાય વેરા ગ્રાન્ટ વર્ષ 2022-23ના ગાંધીધામ નગરપાલિકાને 10,84,413ની ગ્રાન્ટ ફાળવણી થઈ હતી.