લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર ડેપોને આ વર્ષે રૂ.21.47 કરોડની આવક થઈ

એસટી બસની રોજીંદી અવરજવર કરતા મુસાફરો માટે જે યોજના બનાવવામાં આવી છે તેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.જેમાં વિદ્યાર્થી પાસ સહિત અન્ય સરકારી મેળા તથા એક્સ્ટ્રા બસોનું સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે.ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા મુસાફર પાસ થકી આ વર્ષે રૂ.3.22 કરોડની આવક થઈ છે જેમા ગત વર્ષની સરખામણીએ રૂ.1.29 કરોડનો વધારો થવા પામ્યો છે.જ્યારે બીજીતરફ સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા ડેપોની આવકમાં રૂ.5.23 કરોડનો વધારો થયો છે.આમ ગાંધીનગર ડેપોએ વર્ષ 2021-22મા રૂ.16,23,27,241મી આવક મેળવી હતી.જેની સામે વર્ષ 2022-23માં રૂ.21,47,13,555ની આવક મેળવતા આ વર્ષે રૂ.5.23 કરોડની આવક વધવા પામી છે.