લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નવું પોલીસ સ્ટેશન બનશે

વર્તમાનમાં ગાંધીનગર રેલવે સ્ટેશન જાણીતુ બની ગયુ છે.ત્યારે ગાંધીનગરમાં ટ્રેનની સંખ્યામાં ધીરેધીરે વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં સુવિધાઓ વધતા રેલવે સ્ટેશન તેમજ તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશન પર આઉટપોસ્ટ ચોકીને અપગ્રેડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં 1 પીઆઇ,2 પીએસઆઇ સહિત 75 અધિકારી,કર્મચારીઓના મહેકમ સાથેનુ પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યુ છે.