લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં વધારો થયો

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.જેમાં શહેર અને જિલ્લામા છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 22 કેસ મળ્યા છે જેમાં 16 દર્દીઓ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જ્યારે કોર્પોરેશનમાંથી વધુ 6 કેસ સામે આવ્યા છે.જેમાં એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં દરરોજના સરેરાશ 5 થી 7 દર્દીઓ સામે આવે છે.ત્યારે શુક્રવારના રોજ નવા 6 કેસ મળી આવ્યા છે.ત્યારે આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.બીજીતરફ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા 16 કેસ સામે આવ્યા છે.