અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું 9મું અધિવેશન પ્રથમવાર ગુજરાતના પાટનગર ગાંધીનગરના અડાલજ ખાતેના દાદા ભગવાન ત્રિ-મંદિરમાં આગામી 16 એપ્રિલના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌઘરી સહિત 12 રાજયોના આંજણા સમાજના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના અઘ્યક્ષ વીરજીભાઇ જુડાલ અને મહામંત્રી જોગારામ ચૌઘરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર યોજાનાર આ મહાઅધિવેશન કર્તવ્યનિષ્ઠ શેઠ હરીભાઇ વી.ચૌઘરીના 75 વર્ષ પૂર્ણ થતાં તેમના યજમાન પદે યોજાઇ રહ્યું છે.આ મહાઅધિવેશનમાં શ્રી ૧૦૮ મહંત શ્રી દયારામજી મહારાજ શિકારપુર,રાજસ્થાનના મંત્રી અમરારામ ચૌઘરી,જાલોર રાજસ્થાનના સાંસદ દેવજીભાઇ પટેલ,બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ સહિત આંજણા સમાજના પૂર્વ ઘારાસભ્યો રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહેશે.આ મહાસભાના ઉપપ્રમુખ ભવરસિંહ આંજણા- તથા ભીમારામ પટેલ સહિત વિવિઘ રાજયોના અગ્રણીઓ હાજરી આપવાના હોવાથી આ કાર્યક્રમને સફળ બનાવવા અધિવેશનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved