લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશતથી ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયું

ગાંધીનગરના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા ઘણા દિવસથી પલ્ટો આવવાની સાથે કમોસમી વરસાદ પડતાં બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો છે.જેને લઈ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે મનપા તંત્રની મેલેરિયા શાખા દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યુ છે.આમ રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડવાથી ખેતીના ઉભા પાકને નુકશાન થવાથી ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.બીજીતરફ કમોસમી માવઠાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે વરસાદી પાણીના ખાબોચિયાં ભરાઈ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.જેમા બેવડી ઋતુના કારણે ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકનગુનીયા સહિતના તાવના દર્દીઓ વધવા લાગ્યા છે.ત્યારે તેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા શાખા દ્વારા શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરી મચ્છરજન્ય રોગોનાં દર્દીઓનો રેકોર્ડ એકઠો કરવામાં આવી રહ્યો છે.જેનાં માટે અર્બન હેલ્થ સેન્ટર વાઈઝ દરેક વિસ્તારને આવરી લેવાની સૂચનાઓ આપી દેવામા આવી છે.