લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર ગ્રામ્યમાં 10 માર્ગના નવીનીકરણને લીલીઝંડી અપાઈ

ગાંધીનગર જિલ્લાના માર્ગ પર વધી રહેલા ટ્રાફિકના પગલે અકસ્માતની સંખ્યા વધવા સાથે વાહનચાલકોને વેઠવી પડતી હાલાકીની ફરિયાદો સચિવાલય સુધી પહોંચવાના પગલે પાટનગર યોજના વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમા મહત્વના 10 માર્ગની સુધારણા કરવા તૈયાર કરવામાં આવેલી રૂ.52 કરોડના ખર્ચની યોજનાને રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે.જેમાં જિલ્લાના ચારેય તાલુકામાં શહેરી વિસ્તારને જોડતા આ માર્ગો છેલ્લા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત પણ બન્યા હતા તેનું નવીનીકરણ પણ હાથ ધરવામાં આવનાર હોવાનુ જણાવવામાં આવ્યું હતુ.આમ પાટનગર યોજના વિભાગ દ્વારા જે માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે.જેમાં કલોલ,માણસા,વિજાપુર રોડ માટે રૂ.10.50 કરોડ,ગાંધીનગરમા પાલજ,બાસણ,શાહપુરના માર્ગ માટે રૂ.13 કરોડ,કલોલમાં વડસર,ભીમાસણ,સેડફાના રૂ.14 કરોડનો ખર્ચ કરાશે.આ ઉપરાંત ગાંધીનગરમાં કોલવડા,મોટી આદરજથી જલુંદ અને ધમાસણાને જોડતા માર્ગ માટે 3.75 કરોડ,જ્યારે માણસા ઇંટાદરાના રૂ.4.20 કરોડ,દહેગામ તાલુકામાં વાસણા રાઠોડ,હરસોલી,બારડોલી,કાઠીથી ધમીજ સુધીના માર્ગ માટે 1.30 કરોડ,કલોલમાં પાનસર,વડુ,ડિંગુચા ગામના રોડ માટે 8 કરોડનો ખર્ચ કરાશે.આ ઉપરોક્ત ત્રણેય માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે.આ ઉપરાંત રખિયાલમાં સાહેબજીના મુવાડા,પીંપળજ રોડ માટે રૂ.૩ કરોડ અને ખાનપુરથી સામેત્રીના રોડના રિસર્ફેસિંગ માટે રૂ.2 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.માણસા તાલુકામા પ્રવાસન પથ યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા પિલવાઇ ગામથી મહુડી તિર્થને જોડતા માર્ગ કામ અધુરુ રાખી દેવામાં આવતા લોકરોષનું કારણ ઉભુ થયું હતુ.આ માર્ગનું કામ હાથ ધરવામાં આવનાર છે.જેના પાછળ રૂ.2.20 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.