લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગણેશ ઉત્સવને લઈને બીએમસી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

ગણેશ ઉત્સવને જોતા બૃહન્મુંબઈ નગરપાલિકા તરફથી કોરોના સંક્રમણની રોકથામને લઈને કેટલીક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જેમાં નવા દિશા-નિર્દેશમાં બીએમસીએ લોકોને અપીલ કરી છે કે રાજ્યમાં કોરોના છતાં વર્તમાન પરિસ્થિતિને જોતા ગણેશચતુર્થીનો તહેવાર સાદગી સાથે મનાવાશે. જેમાં બીએમસીએ ગણપતિની મૂર્તિને પંડાલોમાં લાવવા માટે શરત સાથે 10 લોકોને પરવાનગી આપી છે. બીએમસી તરફથી જારી શરતમાં કહેવામાં આવ્યુ છે કે પંડાલોમાં સ્થાપિત ગણેશ મૂર્તિ તે લોકો લાવી કે લઈ જઈ શકે છે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય. આ સિવાય ઘરમા બિરાજમાન થનારા ગણપતિની મૂર્તિને લાવવા માટે પાંચ લોકોને પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય બીએમસીએ મંડળમાં જઈને દર્શન કરવા પર પણ રોક લગાવી છે. ત્યારે મંડળોને અપીલ કરવામાં આવી છે કે ભક્તો માટે ગણપતિના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરે. ત્યાં લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ભીડવાળી જગ્યાએ જવાથી બચો અને એકબીજા સાથે સામાજિક અંતર જાળવી રાખો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા બીએમસીએ 519 મંડળોને ગણેશોત્સવના પંડાલ સ્થાપિત કરવાની અનુમતિ આપી છે.