Error: Server configuration issue
Home / International / જર્મનીમાં 12થી વધુ ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવશે,આગામી 7 જૂનથી શરૂ થશે વેક્સિનેશન
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને સમાપ્ત કરવા વેક્સિનેશન અભિયાનને ઝડપી ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અત્યારસુધી પુખ્તવયના લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી હતી.પરંતુ હવે અમેરિકા સહિતના અનેક દેશોમાં બાળકોને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલે જાણકારી આપી હતી કે આગામી જૂન માસથી કોરોનાની વેક્સિન 12 થી 15 વર્ષના બાળકોને આપવામાં આવશે.આ તરફ યુરોપિયન મેડિકલ એજન્સીએ 16 થી 18 વર્ષના બાળકોને કોવિડ-19ની વેક્સિન આપવાની મંજૂરી આપી છે.આમ બાળકોમાં વેક્સિનેશનને મહામારી વિરુદ્ધની લડાઈમાં હાર્ડ ઇમ્યુનિટી બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.ત્યારે અમેરિકા સહિતના ઘણા ખાડી દેશોમાં બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved