લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના મુખ્યમંત્રીપદે ભુપેન્દ્રભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી

વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ ધરી દીધા પછી નવા મુખ્યમંત્રી કોણ હશે? તે અંગે ગુજરાતમાં વરસાદી માહોલની ઠંડક વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ જામી હતી જોકે આ ચર્ચાઓનો અંત આવ્યો છે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આનંદીબેન પટેલ જૂથના ગણાતા અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ આમ આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રમાંથી નિરીક્ષકો તરીકે નિમણૂક પામેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.