લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગીરની કેસર કેરીની પ્રથમવાર દરિયાઈ માર્ગે નિકાસ થઈ,મુન્દ્રા પોર્ટ થી ઈટાલી પહોંચશે

ગીરની કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત સિવાય વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે.આમ કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે ઈટાલી સહિતના યુરોપિયન દેશોમાં 100 ટન કેસર કેરીની નિકાસ થવાનો અંદાજ છે.ત્યારે તાલાલા ગીરથી 14 ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે.જે મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેઈનર 25 દિવસ બાદ ઈટાલી પહોંચશે.આમ ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં માંગ વધુ હોય છે.પરંતુ કોરોના મહામારીના કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી.ત્યારે ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતા માંગ વધી છે.જેથી 10 દિવસ બાદ બીજું કન્ટેઈનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.