લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગીર સોમનાથના સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ પડ્યો

રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. જેમા જન્માષ્ટ્રમી પર્વ બાદ રાજ્યના કેટલાય જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના સુત્રાપાડા તેમજ આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદના પગલે પ્રાચીન તિર્થ માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત 10 ઈંચ વરસાદના કારણે પ્રશ્રાવડા ગામના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા. તેમજ ગામની શેરીઓમાં ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આમ સરસ્વતી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.