લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગિરનાર પર્વત પર પોલીસને તૈનાત કરવામાં આવશે

જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર સ્વચ્છતા જાળવવા માટે વધુ મેન પાવરનો ઉપયોગ કરવામાં આવશે અને ગંદકી કરનારને દંડ પણ ફટકારવામાં આવશે.જેમાં ગિરનારના દર 100 પગથીયા પર 1 પોલીસકર્મી તૈનાત રહેશે.આ સાથે પર્વત પર એલઈડી ડસ્ટબીન તેમજ સાઈનબોર્ડ પણ મુકવામાં આવશે તેમજ ગંદકી કરનાર સામે ક્રિમીનલ પ્રોસીકયુશન થશે.આ ઉપરાંત ગીરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવા તેમજ પ્લાસ્ટીક સહિતની ગંદકીની તાત્કાલીક સફાઈ કરવા આદેશ આપ્યો હતો.