લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગોવામાં આપના મુખ્યમંત્રી તરીકે અમિત પાલેકરની જાહેરાત કરાઇ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવામાં પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે. જેમાં તેમણે આ વખતે અમિત પાલેકર ગોવા વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે તેવું જણાવ્યુ છે.અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે અને ભંડારી સમુદાયમાંથી આવે છે.અમિત ગોવાના દરેક સમુદાયના લોકોની મદદ કરી રહ્યા છે તેમણે કોરોના દરમિયાન સૌથી વધુ મદદ કરી છે.ગોવામાં ભંડારી સમુદાયના લોકોને પ્રગતિથી વંચિત રાખવામાં આવ્યા છે.આ સિવાય તેઓએ લોકડાઉનમાં મુસાફરી કરી રહેલા પરિવારોને પણ મદદ કરી હતી.છેલ્લી ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.