ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહજીનું હજુર પેલેસ ખાતે હૃદયરોગના હુમલાથી નિધન થતા ગોંડલમાં શોક વ્યાપી ગયો હતો.દરબારગઢ પેલેસ ખાતે અંતિમ દર્શન બાદ રાજવી પરંપરા મુજબ અંતિમ યાત્રા યોજાતા બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.મહારાજાનનું નિધન થતા પાલિકા,કોલેજો સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી,જ્યારે વેપારીઓ દ્વારા બંધ પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આમ ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલનું સોમવાર સવારે 9 કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી.આ દરમ્યાન તેઓને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.આ વેળાએ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા.આમ મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો.મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી,કોલેજો સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.જેમાં નાની-મોટી બજાર સહિતની બજારોના વેપારીઓએ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખી મહારાજાને શ્રદ્ધાંજલિ આપી હતી.રાજવી પરિવાર દ્વારા દરવારગઢ પેલેસ મોટી બજાર ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.જ્યાં વિવિધ સ્ટેટના રાજવીઓ, આગેવાનો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો દર્શને આવ્યા હતા.જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાજવી પરંપરા મુજબ મહારાજા સાહેબને લાકડાની પાલખીમાં કેશરી સાફો પહેરાવી બિરાજમાન કરવામાં આવ્યા હતા.ત્યારબાદ પુષ્પવર્ષા વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. મહારાજા સર ભગવતસિંહજીની ત્રીજી પેઢીએ જ્યોતિન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા.ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.મહારાજા જ્યોતિન્દ્રસિંહજી કારના શોખીન હતા.દેશવિદેશમાં યોજાતી કાર રેસમાં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી હતી.ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વ વિખ્યાત છે અને ગુજરાતનું પ્રથમ કક્ષાનું માનવામાં આવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved