લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગૂડ્સ ટ્રેનોના સંચાલન માટે પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર આગામી જૂન 2022 સુધી પૂર્ણ થઈ જશે

દિલ્હીથી મુંબઈ સુધી તૈયાર થઈ રહેલા પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની કામગીરી આગામી જૂન 2022 સુધી પૂર્ણ કરી દેવાશે. આમ વર્તમાન સમયમાં રેવાડીથી ન્યુ પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.આમ શુક્રવારથી ન્યુ પાલનપુરથી મારવાડ,ફુલેરા થઈ રેવાડી સુધીની 100 કિલોમીટરની ઝડપે ગુડ્સ ટ્રેનોનું સંચાલન શરૂ કરાશે.જ્યારે ન્યુ પાલનપુરથી મહેસાણા સુધીના ટ્રેક નાખી દેવાયા છે ત્યારે હાલમાં ઈલેક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગની કામગીરી ચાલી રહી છે.આ સિવાય મહેસાણાથી કલોલ સુધીની ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે.મુંબઈ સુધીના રૂટ પર તમામ રોડ ઓવરબ્રિજ તેમજ નદી પર બ્રિજની કામગીરી ચાલી રહી છે.