દેશમાં એફોર્ડેબલ સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા અને 5G સર્વિસેઝને લઈને અમેરિકાની ટેક કંપની ગૂગલ અને ભારતી એરટેલે હાથ મિલાવ્યા છે.ગૂગલે ભારતી એરટેલમાં 1 અરબ ડોલરના રોકાણનુ એલાન કર્યુ છે.જે ડીલના એલાન બાદ ભારતી એરટેલને સ્ટોક્સમાં ઝડપ જોવા મળી છે.જેમા શરૂઆતી કારોબારમાં શેર 2 ટકા કરતા વધુ ઉછળી ગયો હતો.આ બાબતે ભારતી એરટેલે જણાવ્યુ છે કે ગૂગલ ભારતીય ટેલીકોમ કંપની ભારતી એરટેલમાં 1 અરબ ડોલરનુ રોકાણ કરશે.જેમાં 70 કરોડ ડોલર દ્વારા ગૂગલ ભારતી એરટેલમાં 1.28 ટકા ભાગીદારી ખરીદશે.ગૂગલ ભારતી એરટેલમાં 734 રુપિયા પ્રતિશેરના ભાવે આ સ્ટોક ખરીદશે.આ સિવાય બાકી 300 કરોડ ડોલરનુ રોકાણ કેટલાક વર્ષ માટે કૉમર્શિયલ એગ્રીમેન્ટ્સ પર હશે.ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલનુ કહેવુ છે કે એરટેલ અને ગૂગલ ઈનોવેટિવ પ્રોડક્ટસ દ્વારા ભારતના ડિજિટલ ડિવિડન્ડના વિઝનને આગળ લઈ જશે. ફ્યૂચર રેડી નેટવર્ક,ડિજિટલ પ્લેટફોર્મ સમગ્ર દેશમાં ડિસ્ટ્રિબ્યૂશન ક્ષમતા અને પેમેન્ટ્સ ઈકોસિસ્ટમની સાથે ગૂગલની સાથે મળીને આગળ વધશે.જે ભાગીદારી દ્વારા ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમને વધુ વ્યાપક અને મજબૂત બનાવવામાં આવશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved