લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ગુગલે પ્લે-સ્ટોરમાંથી 3500 પર્સનલ લોન એપ હટાવી દીધી

ગુગલે પોલિસી નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી પ્લે સ્ટોરમાંથી 3500 જેટલી પર્સનલ લોન એપ હટાવી દીધી હતી.જે લોન એપ લોન આપવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનું જણાયું હતું.આ સિવાય ગુગલે રૂ.1.73 લાખ બેડ એકાઉન્ટને દૂર કર્યા હતા.ત્યારે આ એપ થકી રૂ.16,350 કરોડની ઠગાઇ આચરવામાં આવી હોવાનું જણાઇ આવતા આ પગલું ભરવામાં આવ્યું હતુ.ગુગલ પ્લેસ્ટોર પર છેલ્લા થોડા વર્ષોમાં ફટાફટ લોન આપતી ચેપ્સનું ઘોડાપુર આવ્યું હતું.ત્યારે આ એપ્સમાંથી મોટાભાગની એપ્સ વેરિફિકેશન વગર ખોટી રીતે લોન આપવાનું તેમજ વસૂલવાનું કામ કરતી હતી.જેમાં યુઝર્સ પૈસાની જરૂર પડે તેવા સમયે આ એપ્સ પર ભરોસો કરી લોન લેતા હતા જ્યારે લોન લેનાર પાસેથી આ એપ્સ પોતાની મરજી મુજબ ઇન્ટરેસ્ટ વસુલતી હતી.આ સિવાય આ એપ્સ તરફથી લોનનું પેમેન્ટ ન કરવામાં આવતા અથવા વિલંબ કરાતા ઘણા યુઝર્સને ધમકાવવામાં આવ્યા હતા.જેમાં અમૂક યુઝર્સે ધમકીથી કંટાળીને આત્મહત્યા પણ કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું.ત્યારે ભારત સરકાર અને આરબીઆઇએ આવી એપ્સ સામે કાર્યવાહી કરી હતી જેથી યુઝર્સને અસુરક્ષિત અને ગેરકાયદે બેંકીંગથી બચાવી શકાય.