લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ગૂગલના સર્ચ એન્જિનમાં મોટા ફેરફારો કરાશે

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સર્ચ એન્જિન ગૂગલ અને જી-મેઈલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફેરફારો થયા હોવાની જાહેરાત કરી હતી. ત્યારે આગામી સમયમાં ગૂગલ સર્ચ એન્જિનમાં ડોક્યુમેન્ટ સર્ચનો વિકલ્પ મળશે.આ સિવાય સર્ચનો અનુભવ સદંતર બદલાઈ જશે.જી-મેઈલમાં પણ મેઈલનો ડ્રાફ્ટ જાતે લખાઈ જાય તેવું બટન ઉમેરવામાં આવ્યુ છે.અત્યારે જી-મેઈલમાં ડ્રાફ્ટ લખતી વખતે સ્પેલિંગ અને વાક્યમાં ભૂલ હોય તો એને સુધારવાનો અને ચેક કરવાનો વિકલ્પ મળે છે,પરંતુ હવે તેનાથી આગળ ગૂગલે નવું બટન ઉમેર્યું છે.હેલ્પ મી રાઈટ નામનું બટન યુઝર્સને વિષય મુજબ મેઈલ લખી આપશે અને જો ટાઈમ સેટ કરાશે તો સેન્ટ પણ કરી આપશે.જેમા ટાઈપિંગના ઓપ્શન્સ સાથે વિષય મુજબ ટેમ્પ્લેટ બતાવશે.