લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે બજેટમાં ખેતી માટે કરી મહત્વની જાહેરાત

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને સામાન્ય બજેટ 2021ને રજૂ કરતા ખેડૂતો અને ખેતી માટે મહત્વનુ એલાન કર્યુ છે.જેમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવા માટે પ્રતિબદ્ધ છે.તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ 80 મિલિયન પરિવારોને કેટલાક મહિના સુધી મફત ગેસ પ્રદાન કર્યો જ્યારે 40 મિલિયનથી વધારે ખેડૂતો,મહિલાઓ,ગરીબો માટે સીધા રોકડા રૂપિયા પ્રદાન કર્યા છે.આમ ખેડૂતો વિશે એલાન કરતા નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યુ હતું કે સરકાર ખેડૂતો માટે સમર્પિત છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે એમએસપી વધારીને ઉત્પાદનની કિંમતના 1.5 ગણા કરવામાં આવ્યા છે.ત્યારબાદ વર્ષ 2014માં દાળની ખરીદીમાં 236 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.આ વર્ષે 10,500 કરોડ રૂપિયાની દાળ ખરીદશે.જેમાં 40 ગણો નફો થયો છે.આ સિવાય વર્ષ 2013-14માં ઘઉં પર સરકારે 33,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.ત્યારે વર્ષ 2019માં 63,000 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી જે હવે વધીને લગભગ 75,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે ત્યારે વર્ષ 2020-21માં 43 લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે.વર્ષ 2013-14માં ધાન ખરીદી પર 3,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.આ વખતે આ વધારીને 1 લાખ 45 હજાર કરોડ રૂપિયા થઈ ચૂક્યા છે.આ વર્ષે આ આંકડો 1 લાખ 72 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.ગત વર્ષોમાં 1.2 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે.આ વખતે 1.5 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે.આમ સ્વામિત્વ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે,એગ્રીક્લચર ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી શકે છે,ગ્રીન સ્કીમનુ પણ એલાન કર્યુ છે.જેમાં કેટલાક પાકને સામેલ કરવામાં આવ્યા છે,પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવાનુ વચન આપ્યુ છે.