લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપવા સફરજનની આયાત પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરી ખેડૂતોની માંગ પર મોટું પગલું ભર્યું હતું.જેમાં ભારત સરકારે દેશના ખેડૂતો અને તેમાં પણ કાશ્મીરના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે રૂ.50 પ્રતિ કિલોથી ઓછી કિંમતવાળા સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.જે અંગે છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરી ખેડૂતો વતી વિદેશી સફરજનની આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી હતી.ત્યારે ભારત સરકારે ભુટાનને આ પ્રતિબંધથી અલગ રાખ્યો છે.ત્યારે આ પ્રકારનું પગલું ઈરાન,તૂર્કીયે અને ચિલી માટે આંચકા સમાન મનાઈ રહ્યું છે.આમ એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023માં ભારતે રૂ.26.03 કરોડ ડોલરના સફરજનની આયાત કરી હતી તેમાં તૂર્કીયે,ઈટાલી,ઈરાન અને ચિલી સહિતના નિકાસકાર દેશો સામેલ હતા.જ્યારે 2021-2022માં ભારતે રૂ.38.51 કરોડ ડોલરના સફરજનની આયાત કરી હતી.