લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે ખાદ્યતેલ પરનો આયાત શુલ્ક ઘટાડ્યો,તહેવાર પહેલા જનતાને ભેટ

સરકારે તહેવારો પહેલા જનતાને ભેટ આપી છે. આમ કોરોનામાં લોકો પહેલેથી જ મોંઘવારીને લઈ ત્રસ્ત છે. ત્યારે કેન્દ્રએ ખાદ્યતેલ જેવા કે,પામ ઓઈલ,સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત પર લાગતી બેઝ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. જેના કારણે તહેવારો પહેલા ઘરવપરાશમાં લેવાતા તેલોની કિંમત નીચે આવી જશે. ક્રુડ પામ ઓઈલ,ક્રુડ સોયા ઓઈલ અને ક્રુડ સનફ્લાવર ઓઈલ પર લાગતો બેઝ આયાત શુલ્ક 2.5 ટકા થઈ ગયો છે, જ્યારે પહેલા ક્રુડ પામ ઓઈલ પર 10 ટકા,ક્રુડ સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર 7.5 ટકાનો બેઝ ઈમ્પોર્ટ ટેક્સ લાગતો હતો. આ સિવાય રિફાઈન્ડ ગ્રેડના પામ ઓઈલ,સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર લાગતો બેઝ આયાત શુલ્ક 37.5 ટકાથી ઘટીને 32.5 ટકા થઈ ગયો છે.